Monday, April 28, 2025

પલાસણ ગામે ખુનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી હળવદ પોલીસ

Advertisement

રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષ વાકાનેર ડીવીઝન સમીર સારડા તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવીઝન પી.એ ઝાલા દ્વારા શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને સત્વરે શોધી કાઢી ગુન્હાઓ ડીટેક્ટ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામે જુના ઝઘડાની અદાવતમાં તળશીભાઇ નાગજીભાઇ વિઠલાપરા ઉ.વ ૪૫ રહે ગામ પલાસણ વાળાનુ ખુન થયેલ હોય જેમાં મરણજનારને આરોપીએ પથ્થર વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જે ગુનાના આરોપીને સત્વરે પકડી પાડવા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ દ્રારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી ::

1) ઝાલાભાઇ રામાભાઇ મુધવા ઉ.વ.૪૭ રહે.ગામ પલાસણ તા.હળવદ જી.મોરબી.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW