ગત તા.30 માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ આર્યાતેજ ગ્રુપ ઓફ કોલેજ લક્ષ્મીનગર મોરબી દ્વારા સારસ્વત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, અનેક ગુરુજનો, શિક્ષકો હાજર રહ્યા હતા જેનો કોલેજ મેનેજમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ જે ગુરૂજનો, શિક્ષકો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો અનિવાર્ય સંજોગોના કારણે આવી ન શક્યા તેમના માટે કોલેજ પરિવાર દ્વારા પ્રોત્સાહિત રૂપે સન્માન કરવામાં આવ્યું છે જેને કોલેજના કોઈ પણ ચાલુ દિવસે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી આ સન્માન સ્વીકારવા માટે રૂબરૂ પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.