Tuesday, May 13, 2025

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સમિતિના ચેરમેનની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન

Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે,નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન,મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે છે, શાળાઓમાં ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવી,તમામ શિક્ષકો માટે આઈકાર્ડ બનાવવા, શાળાના સમયનો પ્રશ્ન હોય કે ક્ષુલ્લક કારણોથી વર્ષોથી અટવાયેલા શિક્ષકોના પ્રશ્નો સાંભળી હલ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ચેરમેન જાણીતા છે, તેઓ શિક્ષકોના નાનામાં નાના પ્રશ્નો સાંભળી એને સોલ કરવા હર હંમેશ તત્પર રહેતા હોય છે,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા શિક્ષકોના એકપણ પ્રશ્નો પેંડીગ ન રહે એ માટે સતત કાર્યરત રહેતા હોય છે ત્યારે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં નથુભાઈ કડીવાર અને એન.એ.મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડીને,ભારતમાતાની છબી અર્પણ કરી સન્માન કરી ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ લેવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW