Tuesday, May 13, 2025

મોરબીમાં પ્રથમ વર્ષે જ ઉમા આદર્શ લગ્નને જબરો પ્રતિસાદ

Advertisement
Advertisement

મોરબીમાં ઉમા આદર્શ લગ્નના વિચારને વધાવતો પાટીદાર સમાજ

મોરબીમાં નોંધાયેલા 230 ઉમા આદર્શ લગ્ન પૈકી હાલ 175 લગ્ન સંપન

મોરબીમાં ઉમા આદર્શ લગ્ન દ્વારા પાટીદાર સમાજે લાખો રૂપિયાની કરી બચત

મોરબી, આજે કોઈપણ પરિવાર હોય, કોઈ પણ સમાજ હોય લગ્નમાં લખલુંટ ખર્ચ કરતા હોય છે, લગ્નમાં જરૂરી ખર્ચ કરવો પડે તે કરવો જ પડે પણ બિન જરૂરી ખર્ચ એમાંય ખાસ કરીને પ્રી.વેડિંગ, સામૈયા અને વરઘોડા સમયે ઢોલ વગાડતી વખતે બેફામ રીતે ઉડાડાતી લક્ષ્મી પગે કચડાતી લક્ષ્મી, હજાર,બબે હજારની ભોજન ડિશ, ભોજન વખતે ધરતીપુત્રોના ખૂન પસીનાથી તૈયાર થયેલ અન્ન દેવતાનો બેફામ બગાડ,આજે પણ દેશમાં કેટલાય ગરીબ લોકો ભોજન કર્યા વગર ભૂખ્યા જ સુઈ જાય છે ત્યારે લગ્ન સમારોહમાં થતો અન્નનો બગાડ એ મનનો બગાડ છે, લગ્નમાં કાન ફાડી નાખે તેવા મોંઘા ભાવના ફટાકડા ફોડવા,વર કન્યાની જાત જાતની એન્ટ્રીઓ, વગેરેના ખર્ચ આર્થિક રીતે સંપન પરિવારો કરતાં હોય છે,તો જેમની પાસે આર્થિક સગવડ નથી જેમને આર્થિક રીતે પરવડતું ન હોય એવા લોકો પણ પૈસાદાર લોકોની સ્પર્ધા કરતા હોય છે, ત્યારે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય જેવી સ્થિતિ થતી હોય છે,આવી અનેક સમસ્યાઓ, દુષણનો ઈલાજ પાટીદાર મોભીઓ બેચરભાઈ હોથી, ત્રંબકભાઈ ફેફર અને એ.કે.પટેલે તેમજ સમાજના અન્ય લોકોએ શોધી કાઢ્યો *ઉમા આદર્શ લગ્ન* આમેય પાટીદાર પરિવારમાં સમયે સમયે જરૂરિયાત મુજબ લગ્ન વ્યવસ્થા સમય અને સમાજની માંગ મુજબ ફેરફાર થતા રહ્યા છે, જેમકે *સમૂહ લગ્ન,ઘડિયા લગ્ન* અને હવે *ઉમા આદર્શ લગ્ન* જેમાં લજાઈ પાસે ઉમા સંસ્કાર ધામનું ભવ્ય અને દિવ્ય ધામ નિર્માણ કરવામાં આવ્યું, આ ઉમા સંસ્કાર ધામમાં ઉમા આદર્શ લગ્ન માટે બે મેરેજ હોલ અને રસોડાનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં વર અને કન્યા બંને પક્ષ તરફથી 111 લોકો એટલે કુલ 222 લોકોના જમણવારની વ્યવસ્થા, કન્યા માટે તમામ પ્રકારની ઘર વખરી સાથે કરિયાવર, બ્રહ્મદેવની વ્યવસ્થા, લગ્નવિધિ માટે જરૂરી પૂજાપાની વ્યવસ્થા,આ બધું જ તદ્દન મફતમાં પૂરું પાડવામાં આવે છે, વર અને કન્યા પક્ષ તરફથી માત્ર ટોકન રૂપે 5100/- રૂપિયા લેવામાં આવે છે,આમ ઉમા આદર્શ લગ્નની આદર્શ વ્યવસ્થા હોવાથી પ્રથમ વર્ષે જ લોકો તરફથી જબરો પ્રતિસાદ પ્રાપ્ત થયો અને અત્યાર સુધી 230 લગ્ન નોંધાઇ ચુક્યા છે અને દરરોજ બે લગ્ન લેખે 175 જેટલા લગ્ન લેવાઈ ગયા છે,આમ આ ઉમા આદર્શ લગ્નની ઉત્તમ વ્યવસ્થા થકી પાટીદાર સમાજે લગ્નમાં થતા બિન જરૂરી ખર્ચમાંથી લાખો રૂપિયા બચાવી લીધા હોય,આમ ઉમા આદર્શ લગ્નને ચારેબાજુથી તમામ લોકો તરફથી, અન્ય સમાજના લોકો તરફથી ઉમા આદર્શ લગ્નના આયોજકો, કાર્યકર્તાઓ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપ પ્રમુખ ત્રંબકભાઈ ફેફર તેમજ ચેરમેન એ.કે.પટેલને અભિનંદન અને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે.
તેમજ ભવ્ય બાંધકામ, સંપુર્ણ સુવિધાયુક્ત લગ્નહોલ અને લોકો મનગમતા મંડપ કરી શકે તેવી વ્યવસ્થા છે ઉમા સંકુલ લજાઇ ખાતે સાથે પ્રસંગમા આવેલ મહેમાનો માટે વીઆઇપી રૂમ પણ ૧૦૦૦ રૂપીયા આપીને બુક કરાવી શકાય છે, તેમજ જેમને ધામધૂમથી લગ્ન કરવા હોય એ લોકો રૂપિયા ૫૧૦૦૦/- એકાવન હજારમા એસી લગ્ન હોલમાં લગ્ન કરી શકે એ માટે બહુ જ સરસ જમણવાર માટેનો હોલ અને મંદિરનું પવિત્ર વાતાવરણ સાથે પાર્કીગની વ્યવસ્થા તો ખરીજ ત્યારે પાટીદાર સમાજ માટે આ ફેસેલીટી જે ઉભી કરેલ છે તે ખરેખર પ્રશંસનીય છે ત્યારે તમામ સંચાલકો અને દાતાઓનો પણ આ તકે આભાર માનવામાં આવે છે, પાટીદાર સમાજે સંસ્થાની આ વ્યવસ્થાનો પોતાના પારીવારીક પ્રસંગમા ઉપયોગ કરવો જોઇયે, ત્યા બે ફેસેલીટી છે એક ૫૧૦૦ રૂપીયામા આદર્શ લગ્ન વ્યવસ્થા જેમા દરરોજ બે લગ્ન થઇ શકે અને બીજા બે હોલ છે જે અન્ય હોલની જેમ લોકો પ્રસંગમા ૫૧૦૦૦ રૂપીયામા બુક કરાવી શકે એટલે કે રાંદલ ઉત્સવ, લગ્નપ્રસંગ,ગોત્રીજ કે અન્ય પ્રસંગમા બુક કરાવી શકાય છે, ત્યારે સમાજના દરેક પરિવારે આ હોલ પોતાના પ્રસંગમા બુક કરવા માટે ઉમા સંસ્કાર ધામના સંચાલકો, દાતાઓએ અપીલ કરેલ છે,

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW