Friday, May 16, 2025

મોરબી: ભારે વરસાદમાં રાહત બચાવ, સર્વે, સ્થળાંતર સહિતની સુચારૂ કામગીરી માટે આદેશ આપતા કલેક્ટર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વર્ષાઋતુના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ

આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન માટે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ બેઠક યોજી મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠક અન્વયે કલેક્ટરએ જિલ્લાના પાંચે તાલુકાના લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી ભૂતકાળની પરિસ્થિતિના અભ્યાસ તેમજ યોગ્ય સર્વે પરથી ચોમાસામાં કોઈપણ જગ્યાએ પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય આયોજન કરવા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો લોકોને સ્થળાંતરિત કરવા, ભારે વરસાદની પરિસ્થિતિમાં જો વીજપોલ પડી જાય તો તે માટે વધારાના વીજ પોલ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવા, નદીના પટમાં બિનજરૂરી અવરોધ દૂર કરવા, ભયજનક મકાનો દૂર કરવા, કોઝ-વે પર ભયજનક સપાટી દર્શાવતા સાઈન બોર્ડ સુનિશ્ચિત કરવા, અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ, જરૂરી દવાઓ, જંતુનાશક દવાઓ તથા પાવડરનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

વર્ષાઋતુના આગોતરા આયોજનમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, હવે વરસાદની પેટર્ન બદલાઈ છે ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદ અન્વયે સર્વેની કામગીરી, રાહત બચાવની કામગીરી વરસાદ તેમજ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનું સમયસર રિપોર્ટિંગ થાય તે જરૂરી છે. ઉપરાંત તેમણે તરવૈયા, આશ્રયસ્થાનો, સ્વયંસેવકો અને આપદા મિત્રોની યાદી સુનિશ્ચિત કરવા તથા રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મહાનગરપાલિકાના નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW