મોરબી એલસીબી પોલીસ ને મળેલ બાતમી ના આધારે પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ રબારી રહે.હળવદ તથા હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વાળા બન્ને ભેગા મળી હકાભાઇ કરમણભાઇ રબારીના કબ્જા ભોગવટા વાળા હળવદ શહેર ના વડનગર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા. રીતે જુગાર રમાડી રહેલ છે જે હકિકત આધારે પોલીસે રહેણાંક મકાનમાં રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૭૮,૬૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
> પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઈ કરોતરા રહે.હળવદ
૨. સુરેશભાઇ સીધાભાઈ ભદ્રેસીયા રહે.હળવદ
૩. જયંતિભાઇ ખીમજીભાઇ ચાવડા રહે. હળવદ
૪. ચેતનભાઇ પ્રેમજીભાઈ કરોતરા રહે.હળવદ
૫. ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા પટેલ રહે.હળવદ
૬. અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્ક રહે.હળવદ
> પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા
૧. હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ