માળીયા પોલીસે પાંચ મોટરસાયકલ સાથે બાઈકચોરને દબોચી લીધો
અમદાવાદ શહેર વટવા પો.સ્ટેના લુંટ ગુન્હાના નાસતા ફરતા આરોપીને ચોરીના પાંચ મોટર સાયકલ કી.રૂ ૧,૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાયો અમદાવાદ. જામનગર, ગાંધીધામ સહિતની જગ્યા એથી બાઇક ચોર્યા ની આપી કબૂલાત
માળિયા મી. પોલીસ ને ખાનગી રાહે હકીકત મળેલ કે ઇસુબભાઇ મુસાણી રહે-અમદાવાદ વાળો ચોરી કરેલા મો.સા સાથે માળીયા મી વિસ્તારમા આટા ફેરા કરે છે અને તેની પાસે એક બજાજ પલ્સર મો.સા છે. તેવી ચોક્કસ હકીકતના આધારે ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-અમદાવાદ શાહીબાગ વાળો મળી આવતા જેની સઘન પૂછપરછ કરતા વટવા પો.સ્ટે.ના લુંટના ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને પોતે અમદાવાદ શહેર ગાંધીધામ,જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટર સાયકલોની ચોરી કરેલની કબુલાત આપતા મજકુર પાસેથી ચોરી કરેલા પાંચ મો. સા. ના મુદામાલ સાથે મળી આવતા બી.એન.એસ.એસ કલમ ૧૦૬(૧) મુજબ કબ્જે કરી બી.એન.એસ.એસ કલમ ૩૫ (ઇ) મુજબ અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી માળીયા મીયાણા પોલીસે હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી :- ઇસુબભાઇ હબીબભાઇ મુસાણી ઉ.વ-૨૪ ધંધો-મજુરી રહે-શાહીબાગ પાણીની ટાંકીપાસે એહમદ હુસેનની જાળી પાસે, અમદાવાદ
મોડસ ઓપરેન્ડી :- મજકુર રેલ્વેમાં મુસાફરી કરી રેલ્વે સ્ટેશનની આજુબાજુમાં પાર્ક કરેલ બાઇકના લોક જુના ઘસાઇ ગયેલ હોય તેવા બાઇકો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ચોરી કરી ઓરીઝનલ નંબર પ્લેટ કાઢી ડુપ્લીકેટ નંબર પ્લેટ લાગાવવાની સસ્તામાં બાઇક વેચવાની ટેવ ધરાવે છે.
– મજકુર આરોપીનો ગુનાહિત ઇતિહાસ :- મજકુર અગાઉ લુંટ,બાઇક, મોબાઈલચોરી, તથા પ્રોહી ધારાના ગુનામાં સંડોવાયેલ છે.