Friday, March 6, 2026

ટંકારા પરણિતાને મરવા મજબુર કરનાર ત્રણ શખ્સોને ટંકારા પોલીસે દબોચી કોર્ટમાં રજુ કર્યા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ખાતે પરણીતાએ ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવાના ગુનામા આરોપીઓને ઝડપી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશનમા ગત તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદી વિનોદભાઈ નાનજીભાઈ પરમાર રહે.ઉંટડી તા.લીંબડી જી.સુરેન્દ્રનગર દ્રારા ટંકારા પોસ્ટે તેઓની મરણ જનાર દિકરી બાબતે આ કામના આરોપીઓ (૧)શુભમ સ/ઓફ હિરાલાલ પનારા (૨) હિરાલાલ કરશનભાઈ પનારા (૩) રિનલબેન વા/ઓફ હિરાલાલ પનારા રહે. લક્ષ્મિનારાયણ સોસાયટી તા.ટંકારા જી.મોરબી વાળા વિરુધ્ધ તેઓએની દિકરીને શારીરીક માનશીક ત્રાસ આપી આરોપીઓ એ ફરીયાદીની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમા ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરૂર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી પૈસા નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને માઠું લાગતા જેથી આ બાબતે કિંજલને આરોપીઓ દ્રારા કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા જે ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલ ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા મરણ જતા ઉપરોક્ત વિગતે ગુનો જાહેર થયેલ હોય જે કામની તપાસ પો.ઇન્સ. કે.એમ.છાસીયા ચલાવાતા હોય ઉપરોક્ત ગુનાના કામેના આરોપીઓને તાત્કાલીક પુરતા પુરાવા મેળવી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીઓને કોર્ટ હવાલે કરવામા આવેલ છે. આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW