Wednesday, May 21, 2025

વાંકાનેરના રંગપર ગામે રહેણાંક મકાનમાં કડબના પુળા નીચેથી ઈંગ્લિશ અને દેશી દારૂ મળ્યો આરોપી ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં બુટલેગરોના અવનવા કીમીયા પોલીસ પાસે નિષ્ફળ જિલ્લામાં પોલીસની બુટલેગરો ઉપર બાજ નજર

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેણાક મકાનમાંથી નીરણના પુળાના ઢગલા નીચેથી દેશીદારૂ લીટર ૧૪૦ તથા માલઢોરના ગમાણના ગુપ્ત ખાનામાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૮૦, મળી કુલ કી. રૂ.૧,૩૧,૮૦૦/- નો મુદામાલ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસને સંયુકત રાહે બાતમી મળતાં બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રંગપર ગામે આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયા રહે. રંગપર તા.વાંકાનેર જી.મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ફળીયામા માલ ઢોર માટે રાખેલ સુકા નીરણના પુળાના ઢગલાની નીચે છુપાવી રાખેલ દેશી પીવાના દારૂનો જથ્થો લીટર ૧૪૦ કિ રૂ.૨૮,૦૦૦/- તથા ફળીયામાજ ઢોર બાંધવા માટે બનાવેલ ઢાળીયામા બનાવેલ ઢોરને ખાવાની જગ્યાએ ગમાણમા ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૮૦ કિ રૂ.૧,૦૩,૮૦૦/- નો મળી કુલ દેશી તથા વિદેશી દારૂનો કુલ મુદામાલ કિ રૂ. ૧,૩૧,૮૦૦/-નો રેઈડ દરમ્યાન મળી આવતા તેમજ આરોપી હાજર નહી મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ અરોપીને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW