Sunday, May 25, 2025

સમુહલગ્નમાં છેતરપિંડી કરીને લાખોનું ફુલેકું ફેરવીને નવયુગલોને ઠેંગો બતાવી છનનન થનાર આરોપીને પોલીસે દબોચી લીધો

Advertisement
Advertisement
Advertisement

લે બોલો રાજકોટ સમુહલગ્નમાં છેતરપિંડી આયોજન કરનારે નવયુગલોના રૂ.૮ લાખનુ બુચ મારી નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો

રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક મહિના પહેલા રેલનગર ખાતે સમુહ લગ્ન કરાવવાના બહાના હેઠળ કન્યા અને વરરાજા પક્ષના કુલ ૨૮ વર-વધુના કુલ રૂ.૮,૪૦,૦૦૦/- રોકડ મેળવી તેમજ જુદા જુદા દાત્તાઓ પાસેથી કન્યાઓને આપવાનો કરીયાવર તથા રોકડ રોકમ તેમજ કન્યા અને વરરાજા પક્ષ પાસેથી પ્રસંગમા ૫૦ થી વધુ આવનાર દરેક એક વ્યક્તિ દિઠ રૂ.૧૦૦/- લેખે રકમ મેળવી ગુનાહીત કાવતરૂ રચી ફરી તથા સાહેદો તેમજ દાતાઓ સાથે ઠગાઇ કરી ફંડ ફાળો તેમજ કરીયાવરનો સામાન મેળવી લઇ કોઇ સમુહ લગ્નનુ આયોજન નહી કરી ફરી સાહેદો તેમજ દાતાઓ સાથે ગુનાહીત ઇરાદે ઠગાઇ ગુનાહીત કાવતરૂ રચી ગુન્હો દાખલ થયેલ હોય જેથી આ કામેના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા. આ તે દરમ્યાન નાસતા ફરતા ઝોન-૨ સ્કોડ ના કર્મચારીઓને ખાનગીરાહે મળેલ હકિકત આધારે સદરહું ગુન્હામાં નાસતા ફરતા ચંદ્રેશભાઇ જગદીશભાઇ છાત્રોલા રહે. રાજકોટ વાળાને પકડી પ્ર.નગર પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપીનું નામ-

(૧) ચંદ્રેશભાઇ જગદીશભાઈ છાત્રોલા ઉ.વ.૪૦ રહે. વાવડી પુનીતનગર ટાંકા પાસે મનસુખભાઇ છાપીયા ટાઉનશીપ ફલેટ નં.આઇ.૮૦૪ રાજકોટ

પકડવાના બાકી ગુન્હાઓ –

પોલીસ સ્ટેશનનું નામ તથા ગુ.ર.નં. તથા કલમ

1 પ્ર.નગર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૮૦૪૪ ૨૫ ૦૧૭૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૬૧(૨) મુજબ

આ કામગીરી કરનાર બધિકારી/કર્મચારીઓ –
પો.સબ ઇન્સ. આર.આર.કોઠીયા તથા પો.હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઈ નિમાવત, અનીલભાઇ જીલરીયા થા પો.કોન્સ. અમીનભાઈ ભલુર, પ્રશાંતભાઈ ગજેરા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW