મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૩૧- મે ૨૦૨૫ નાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

WHO ની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૫ની થીમ “અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ” અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારી/કર્મચારીશ્રીનો તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવેલ. તથા આ વર્કશોપના અંતે દરેક અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ વ્યસનમુક્તિનાં શપથ લીધેલ.
ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં કોટપા-૨૦૦૩ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજી કુલ ૨૬ કેસ કરીને કુલ ૫૨૦૦/- નો દંડ વસુલાત કરવામાં આવેલ. તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએ કુલ ૪૩૦૪ લોકોને વ્યસનમુકિત અંગેના શપથ લેવડાવવામાં આવેલ, તથા ૧૦૦૩ લોકોને ફોક્સ ગ્રુપ ડીસ્કશન દ્વારા તમાકુના વ્યસન અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ.
આમ વિવિધ પ્રકારે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરીને મોરબી જીલ્લાની જાહેર જનતાને તમાકુ મુક્ત/વ્યસન મુક્ત બનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ, આ તકે મોરબી જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જાહેર જનતાને વ્યસનમુક્ત રહીને સ્વસ્થ જીવન ગાળવા અનુરોધ કરે છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW