(અહેવાલ મયંક દેવમુરારી)
ઈન્ડિયન ગેસ કંપનીના બાટલામાંથી સુપર ગેસના બાટલા ભરીને ગેસ રિફિલીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ
પીપળી ગામે દારૂ ની રેઇડ કરવા ગયેલી પોલીસને હાથ લાગ્યું ગેસ રિફલિંગ કૌભાંડ
મોરબી તાલુકા પોલીસ મથક ના પીઆઈ એન. કે. ચારેલ ટીમ ની કાબિલેદાદ કામગીરી
મોરબી તાલુકા ના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેતા સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા ના રહેણાંક મકાન ની પાછળ ખરાબા ની જગ્યા માં વાળેલ વરંડા માં ગે.કા રીતે ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં રીફીલીંગ કરતા પકડી કુલ રૂપીયા ૫,૩૭,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી મોરબી તાલુકા પોલીસ
મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી હકીકતના આધારે મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટી માં રહેતા સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા/પટેલ રહે. નવી પીપળી તા-જી મોરબી મુળગામ- ચકમપર તા-જી મોરબી વાળા ના રહેણાક મકાને રેઇડ કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ કાચની બોટલ નંગ-૧૩૧ તથા બિયર ટીન નંગ-૯૬ ફૂલ કિ.રૂ. ૨,૫૧,૩૪૦/-તેમજ ક્રેટા ગાડી કીરૂ ૮૦૦,૦૦૦/- એમ કુલ ૧૦,૫૧,૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરેલ બાદ મજકૂર આરોપી ના રહેણાંક મકાન ની ઝડતી તપાસ કરતા મકાન ના પાછળ ના ભાગે આવેલ ખરાબા ની જગ્યા માં વરંડો વાળી જેમાં ઘરેલુ વપરાશ ના ગેસ ના બાટલા માંથી ઇલેકટ્રીક મોટર થી કોર્મશીયલ ગેસ સીલીન્ડર માં ગેસ નુ રીફીલીંગ ની ગે.કા પ્રવૃતિ ચાલુ હોય જેથી મજકૂર ઇસમ પાસે થી ફૂલ ૫,૩૭,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૦,૨૮૭,૨૮૮,૧૨૫ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ કલમ ૩,૪,૭ મુજબ ગુનો રજી કરી આગળ ની તપાસ પો.સ.ઇ. એસ.એચ.ભટ્ટ ચલાવી રહેલ છે.
> આરોપી :- સંદીપભાઇ રમેશભાઇ કાલરીયા/પટેલ ઉવ-૩૬ રહે.નવીપીપળી તા-જી મોરબી
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) સુપરગેસ ના ભરેલ બાટલા નંગ-૪૨ કીરૂ ફૂલ ૧,૨૬,૦૦૦/-
(૨) સુપરગેસ ના ખાલી બાટલા નંગ-૧૬ કીરૂ ૩૨૦૦૦/-
(૩) ઇન્ડેન કંપની ખાલી ગેસ ના બાટલા નંગ-૧૮ કીરૂ ૩૬૦૦૦/-
(૪) ઇન્ડેન એક ગેસ ભરેલ બોટલ કીરૂ ૩૦૦૦/-
(૫) સુપર કેરી વાહન ( છોટા હાથી) રજી નંબર GJ-36-V-5456 કીરૂ 300,000/-
(૬) એચ.પી કંપની ના ખાલી બાટલા નંગ-૧૬ કીરૂ ફૂલ ૩૨૦૦૦/-
(૭) ગેસ રીફલીંગ માટે ઇલેકટ્રીક મોટર નળી નોઝલ સાથે-૦૧ કી.રૂ ૫૦૦૦/-
(૮) એક ઇલેકટ્રીક વજન કાંટો-૦૧ કી.રૂ ૩૦૦૦/-
(૯) લોખંડ પાના નંગ-૦૪ કી.રૂ ૨૦૦/-
કુલ મુદામાલ ૫,૩૭,૨૦૦/-