વાવડી રોડ પર સરકારના સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર જેસીબી ટ્રેકટર સહીતના વાહનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨/૦૬/૨૦૨૫ના રોજ વાવડી રોડ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપાલિકા સ્ટાફ, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, સ્થાનિક વેપારી તથા નગરજનો આ શ્રમદાનમાં જોડાયેલ. સફાઈ ઝુંબેશમાં ૨૦ હાથલારી, ૧૪ બ્રશ, ૧ JCB, ૩ ટ્રેક્ટર દ્વારા રોડ સફાઈ તથા GVP પોઈન્ટની સફાઈ કરી અંદાજિત ૧૦ ટન સોલિડ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ.
આ ઉપરાંત “Ending Plastic Pollution” અંતર્ગત આજરોજ વાવડી રોડ ખાતે આવેલ GVP પોઈન્ટની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાનમાં લઈને શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમનું વાર્ષિક કેલેન્ડર બનાવવામાં આવેલ છે. આથી તમામ મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવું આહ્વાન મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.