વાંકાનેરના રાતીદેવડી ગામ પાસેથી આરોપીના કબ્જા ભોગવટાવાળા ખેતરમાંથી ગાંજો ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી SOG પોલીસ ને ખાનગી બાતમી મળેલ કે, બચુભાઇ રાણાભાઇ સાકરીયા રહે. રાતીદેવળી, તા.વાંકાનેર, જી.મોરબી વાળો નવી રાતીદેવળીથી તીથવા જવાના રસ્તે આવેલ પોતાની કબ્જા ભોગવટાવાળી વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરી આ ગાંજાના છોડ વાઢી તેને સુકવી તેનુ વેંચાણ કરવાની ફીરાકમાં છે વિગેરે મતલબેની મળેલ બાતમી ના આધારે હકીકત વાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીના કબજા ભોગવટાવાળી વાડી-ખેતરમાં રેઇડ કરતા એક ઇસમ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટની કલમ-૮(સી), ૨૦(એ)(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમને ધોરણસર અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :- બચુભાઈ રાણાભાઇ સાંકરીયા રહે.રાતીદેવળી તા.વાંકાનેર,જી.મોરબી

પકડાયેલ મુદ્દામાલ :- નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના કાપેલ/વાઢેલ મુળ સહિતના છોડ તથા ગાંજાના

ડાળી-ડાંખળા-પાંદડા સહિતનો કુલ જથ્થો વજન ૧૧ કિલો ૬૬૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૧૬,૬૦૦/-

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW