(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી પોલીસે સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઈવ કરીને ટ્રાફીક અને આરટીઓના નિયમોને ઘોળીને પી જતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો
ટ્રાફિક પીઆઇ એચ.વી.ઘેલા ની ટીમ ની સરાહનીય કામગીરી
મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતી સ્કૂલવાન દ્વારા ટ્રાફિક અને આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લધંન કરી વિદ્યાર્થીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટેશન ખુબજ જોખમી પ્રકારે થતુ હોવાનુ તેમજ તેને કારણે ઘણા બધા જીવલેણ ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૮/૦૬/૨૦૨૫ (દિન-03) માટે “અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ/પરમીટ/ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ/ફર્સ્ટ એઇડ કીટ/ફાયર એક્સટિંગ્વિશર/લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લધંન કરતા સ્કુલ વાન વિરૂધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને મોટર વાહનનો માલીક કે તેનો ચાર્જ ધરાવનાર વિરૂધ્ધ કાર્યવાહી આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
મોરબી જીલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૮/૦૬/૨૦૨૫ સુધી અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને તથા સ્કુલ વાન ચાલકો સામે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાન ચાલકો વિરૂધ્ધ નીચે મુજબ કામગીરી કરેલ છે.
આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન કુલ-૭૭૯ સ્કુલ વાન ચેક કરવામાં આવ્યા.
આ સ્કુલ વાન ડ્રાઇવ દરમ્યાન ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકો ને કુલ-૧૪૦ સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ.
ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસે દંડ રૂ-૬૯૫૦૦- કરવામાં આવેલ
આ સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ-૨૧ સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવેલ
અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ-૪૯ કેશો કરવામાં આવેલ
તેમજ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ.
શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનરશ્રી તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી તરફથી આપવામાં આવેલ સુચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ કરવામાં આવેલ.
આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે




