માળિયા મી. પોલીસ મથક ના પીઆઈ આર.સી.ગોહિલ ની સુચના હેઠળ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.ઇન્સ. આર.સી.ગોહિલ સા.ને મળેલ હકિકતના આધારે હળવદ તરફથી એક ક્રેટા કાર જેના રજી નં GJ-09-BN-3021 વાળીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ જવાની હોય તેવી ચોક્કસ બાતમીના આધારે હરીપર ગામના બ્રીજ ઉતરવાના રસ્તા પાસે હાઇ-વે રોડ પર ઉપર વાહનો બ્લોક કરી વાહન ચેકીંગ દરમ્યાન સદરહું હકિકત વાળી કારનો ચાલક રોડ ઉપર બ્લોક કરેલ વાહનો જોઇ કાર મુકી નાશી ગયેલ સદરહુ કારમાથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૨ કિ.રૂ. ૨,૬૫,૦૦૦/- તથા બીયર ટીન નંગ ૫૫૨ કિ રૂ ૧,૨૧,૪૪૦/- તથા એક મોબાઇલ ફોન તથા ક્રેટા કાર મળી કુલ કિમત ૮,૯૧,૪૪૦/- નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજી. કરી કાર મુકી નાશી ગયેલ આરોપીને પકડી પડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :- ક્રેટા કાર જેના રજી નં GJ-09-BN-3021 નો ચાલક (પકડવા પર બાકી)




