પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામીઓ સામે કડક કાર્યવાહી કરતી મોરબી મહાનગર પાલિકા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની ઓફિસ ટીમ દ્વારા ઝોન નં. ૩ની વિઝિટ કરવામાં આવેલ. જેમાં SWM શાખાની સફાઈ કામગીરી, ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. આ ઉપરાંત દરબાર ગઢ, રામઘાટ, બ્રાહમણની ભોજનશાળા, ગઢની રાંગ, રોહિલા પીરની દરગાહના GVP Point ની વિઝિટ કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૨૪/૦૬/૨૦૨૫ થી ૩૦/૦૬/૨૦૨૫ દ્વારા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૪૩૦૦/- તથા ગંદકી કરતાં ૩૦ આસામી પાસેથી રૂ. ૪૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૧ આસામી પાસેથી રૂ. ૫૦૦/-, જાહેરમાં થૂક્નાર ૨ આસામી પાસેથી રૂ. ૨૦૦/- તથા ખુલ્લામાં Urination કરતાં ૨ આસામી પાસેથી રૂ. ૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ.

આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સર્કિટ હાઉસ, રવાપર ગામ ખાતે આવેલ તળાવ, એસ.પી. રોડ, સહિતની સોસાયટી ખાતે આવેલ નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW