મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓને પ્રથમ પ્રાધાન્ય આપી ધડાધડ કામગીરી આદરી
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં તા.૧૦/૦૭/૨૦૨૫ અને ૧૧/૦૭/૨૦૨૫ના રોજ રોહીદાસ પરામાં (૧૪૦ મી.), વિશીપરા મેઈન રોડ(૯૨૫ મી.), લાતી પ્લોટ શેરી નં.૭(૪૭૦ મી.), આવશ યોજના થી પંચાસર રોડ સુધી(૬૨૫ મી.), કેસરબાગ થી એલ.ઈ.કોલેજ(૬૯૨ મી.), નહેરુ ગેટ થી દરબાર ગઢ સુધી (૬૮૬ મી.) અને શ્યામ ગ્લાસ થી એસ.પી.રોડ(૩૭૦ મી.) વેટમીક્ષ નાખી રોલીંગ કરવાની કામગીરી હાલે કાર્યરત છે અને ઈલેક્ટ્રીક શાખા દ્વારા ૧૪૮ નવી લાઈટ નાખી તથા ૧૯૦ બંધ લાઈટો ચાલુ કરાવી કુલ ૩૩૮ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો




