Friday, March 6, 2026

૭૦ વર્ષના દર્દીની બ્રેઈન હેમરેજનું સુફળતાપૂર્વક ઓપરેશન કરતી શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી

Advertisement
Advertisement
Advertisement

શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે 70 વર્ષના દર્દીને બેભાન અવસ્થામાં ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા. ડો. વૈભવ દફતરી દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે દર્દીને મગજમાં લોહીની નળી ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયલે છે, સાથે સાથે દર્દીને બીપી અને ડાયાબિટીસ પણ છે. તુરંત દર્દીને ICUમાં ડો. વૈભવ દફતરી દ્વારા શ્વાસનળીમાં ટ્યુબ મુકીને વેન્ટીલેટર પર લેવામાં આવ્યા.

આ સમય દરમિયાન ડૉ. ભાર્ગવ ત્રિવેદી (ન્યુરોસર્જન)ના અભિપ્રાય મુજબ તાત્કાલિક ધોરણે મગજનું ઓપરેશન – (મગજના ચેતાતંતુની વચ્ચે લોહીનો જામેલો બગાડ દુર કરી, લોહીની ફાટેલી નળીને રીપેર કરવાનું ઓપરેશન) ની સલાડ આપવામાં આવી. આ જટીલ ઓપરેશન ડો. ભાર્ગવ ત્રિવેદી (ન્યુરો સર્જન) અને ડૉ. હાર્દિક ઘોડાસરા (એનેસ્થેટીસ્ટ)ની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરી દર્દીનો જીવ બચાવ્યો.

ઓપરેશન બાદ આઈસીયુમાં દર્દીની કંડીશનમાં ઉત્તરોત્તર સુધારો જણાતા વેન્ટીલેટર પરથી ઓક્સિજન પર અને ત્યારબાદ કુદરતી શ્વાસ લઈ શકતા જણાતા 10 દિવસની સઘન મહેનત બાદ રજા આપવામાં આવી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW