જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પો.સ્ટે. તેમજ પોલીસ ઇન્સપેક્ટર બી.વી.પટેલ વાંકાનેર તાલુકા પો.સ્ટે ના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી.પો.સ્ટે.તેમજ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પો.સ્ટે. પો.કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે.પો.હેડ.કોન્સ હંસાબેન પાપોદરા “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી જેમાં કુલ-૧૧ જેટલા મોબાઈલ જેની કિંમત આશરે ૧,૯૨,૨૯૨/- ને શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ એ સાર્થક કરેલ છે





