Friday, March 6, 2026

જડેશ્વર લોકમેળામાં માતા-પિતાથી વિખુટા પડેલ બાળકોને તેના વાલીવારસ સાથે મીલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદીર ખાતે તા..૦૩-૦૪/૦૮/૨૦૨૫ ના રોજ લોકમેળો હોય જે લોકમેળામા કોઇ અનીશ્નનીય બનાવ ન બને તે માટે સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. બી.વી.પટેલ તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ જડેશ્વર મેળામા કોઇ અનીશ્નનીય બનાવ ન બને તેમજ માતા-પિતાથી વિખુટા પડેલા બાળકોને વાલીવારસને શોધી પુન:મીલન કરાવવામાટે બંદોબસ્તમા હોય દરમ્યાન માહીનુરબેન ઉવ.૦૮ વર્ષ વાળી મળી આવતા તેના વાલીવારસની શોધખોળ કરી તેના માતા નીલોફરબેન વા./ઓ. ઇરફાનભાઇ ગનીભાઇ બાદી રહે.આટકોટ વાળાને તથા એક ૦૪ વર્ષ નુ બાળક મળી આવતા તેના માતા હર્ષાબેન વા./ઓ. અજયભાઇ કનુભાઇ પીપળીયા રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી જી.મોરબી વાળાને તથા નીલેશ ઉવ.૦૩ વર્ષ વાળો મળી આવતા તેના પિતા દિલીપભાઇ બીસનભાઇ અમલીપર તથા માતા રમતીબેન રહે.હાલ વાંકીયા ગામની સીમ ઇમરાનભાઇની વાડીએ તા.વાંકાનેર વાળા તથા રાહુલ ઉવ.૦૯ વર્ષ વાળો મળી આવતા તેના પિતા બેતાલભાઇ ભવાનભાઇ મેળા તથા માતા મીણકીબેન રહે.અરણીટીંબા ગામની સીમ ઉસ્માનભાઇ શેરસીયાની વાડીએ તા.વાંકાનેર મુળ રહે.સોરવા તા.સુરવા જી.અલીરાજપુર(એમ.પી) વાળા સહિત કુલ- ૨૩ બાળકોની ખરાઇ કરી તેના માતા-પિતાને સોપી આપેલ હોય તથા વયોવૃધ્ધ માણસોને તેના પરિવારજનો સાથે મીલન કરાવી વાંકાનેર તાલુકા પોલીસે માનવતા મહેકાવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW