Friday, March 6, 2026

વાંકાનેર પોલીસે ૩૮ ગામના સરપંચો સાથે પરીસંવાદ કાર્યક્રમ યોજાયો ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા અંગેની કરી ચર્ચા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર શહેર અને તાલુકાના ગામડાઓના સરપંચ સાથે પોલીસને લગતા બનાવો બાબતે પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

ડી.જી & આઈ.જી ઓફ પોલીસ હેડ ઓફ પોલીસ ફોર્સ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને ત્યારે તેની માહીતી સ્થીનક પોલીસને તાત્કાલીક મળી જાય તેવી વ્યવસ્થા કરવા માટે ગામડા ઓના સરપંચ ઓ સાથે પરીસંવાદનુ આયોજન કરવા માટે સુચના થઈ આવેલ હોય

– જે અનુસંધાને વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વાકાનેર સીટી /વાંકાનેર તાલુકાના ગામડાઓના સરપંચઓ સાથે પોલીસને લગતા બનાવો બાબતે પરીસંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ.હતુ તેમજ સદરહુ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.વી.પટેલ તથા વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.એ.જાડેજા તથા મોરબી જીલ્લાના ટ્રાફીક શાખાના પો.ઇન્સ એચ.વી.ધેલાની અધયક્ષતામાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના કુલ ૩૮ ગામના સરપંચ ઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમમાં પધારેલા તમામ સરપંચઓનું સ્વાગત કરવામાં આવેલ હતુ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી અલગ અલગ કામગીરીઓ જેમાં સાયબર અવેરનેશ, શી ટીમ, સિનિયર સીટીઝન કામગીરી તથા ગ્રામ્ય કક્ષાએ સી.સી.ટીવી ઉપયોગ ની મહત્વતા તેમજ મજુર નોંધણી, ચોરીના બનતા બનાવો અટકાવવા શું કરી શકાય તેમજ નશાબંધી બાબતે તેમજ રાજયસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન નંબરો વિશે માહિતી આપી તેમજ ગામમાં કોઇ બનાવ બને તો પોલીસ ને તાત્કાલીક જાણ કરવા સમજ આપવામા આવેલ હતી. તેમજ યુવા માર્ગદર્શન . તેરાતુજકો અર્પણ, ત્રણ વાત અમારી-તમારી તેમજ નવા કાયદાઓ વિશે માહિતી આપી વિવિધ કામગીરીઓ સબંધે વિગતે ચર્ચા/માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ ટ્રાફિક સબંધે જીલ્લા ટ્રાફિક શાખાના પો.ઇન્સ. એ ટ્રાફિક સંબંધીત કરવામાં આવતી દંડાત્મક કાર્યવાહી કરવા પાછળનો હેતુ તેમજ નિયમોનું પાલન કરવાથી થતા ફાયદાઓ અને જીવલેણ અકસ્માતો નિવારવા માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ.તેમજ પોલીસ તથા સરપચ ઓનુ સંકલન રહે તે માટે વોટ્સપ ગ્રુપ બનાવવામાં આવેલ હતુ.

બાદ સરપંચઓને પણ કોઇ રજુઆત તથા પ્રશ્નોત્તરી સેશન કરતા અલગ અલગ સરપંચ ઓએ ટ્રાફિક સબંધી, રેઢીયાર ઢોરો બાબતે તેમજ પોતાને મુંજવતા પ્રશ્નનો બાબતેની રજુઆતો રજુ કરતા તે નિવારવા માટે ચર્ચા કરેલ તેમજ જાતેથી સ્થળની મુલાકાત લઇ અને ચર્ચાવિચારણા કરી નિકાલ કરવા નોંધ રાખેલ છે. તેમજ સરપંચ દ્વારા પણ પોલીસ દ્વારા સહકાર મળેલ તેવા સારા પ્રસંગોને યાદ કર્યા હતા. અને કામગીરી ની પ્રસંશા કરેલ હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW