ટંકારા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૯૦૦૬૨૨૦૨૯૫/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૭૯(ખ) ,૧૧૪ મુજબના ગુન્હામા ફરીયાદી સંદિપભાઈ હરીભાઈ ડાભી ઉ.વ.૨૪ ધંધો-પ્રા.નોકરી રહે. મુળ ગામઃ-બોડકી તા-માળીયા(મી) જી:-મોરબી હાલ રહેઃ-વિદ્યુતનગર સામાકાંઠા, મોરબી તા.જી:-મોરબી વાળાએ ફરીયાદ જાહેર કરેલ હોય જે ગઇ તા-૧૦/૦૫/૨૦૨૨ ના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ ટંકારા તાલુકા ધુનડા(સ) ગામની સીમ ધુનડા અદેપર ગામના કાચા રસ્તે ફરીયાદી ના પીઠ પાછળ ટીંગાડી રાખેલ સ્કુલ બેગમાં આ કામ ના બે અજાણ્યા આરોપી ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ વાળાઓ એ મો.સા. લઈ આવી જે બન્ને ઇસમોએ સ્કુલ બેગનો થેલો જેમા રોકડ રકમ રૂ-૧,૪૧,૦૦૦/- હતા તે પીઠ પાછળથી આંચકી ઝુંટવી ગુનામા એકબીજાને મદદગારી કરી ચોરી કરી નાસી જઈ ફરીયાદીને ઇજા કરી ગુન્હો કરેલ હોય
જે તપાસ દરમ્યાન આ કામના આરોપી નં-(૧) દિવ્યેશભાઇ ભગવાનજીભાઇ હણ રહે.નવાગામ રબારી વાસ તા-જી-મોરબી તથા(૨) સંજયભાઇ નાથાભાઇ પડસારીયા રહે-નવાગામ તા-જી-મોરબી તથા (૩)સતીષભાઇ વિઠઠલભાઇ કગથરા રહે.અદેપર ગામ તા-જી-મોરબી વાળાઓને તપાસ દરમ્યાન પકડીને ધોરણસર અટક કરવામાં આવેલ હોય જે આરોપીઓ પાસેથી ગુન્હામા ગયેલ મુદામાલ રોકડ રકમ રૂ-૧,૪૧,૦૦૦/- (અંકે એક લાખ એકતાલીસ હજાર ) પુરા રીકવર કરવામાં આવેલ હોય જે મુદામાલના રૂપિયા નામદાર કોર્ટ ટંકારા દ્રારા ફરીયાદીને સુપ્રત કરવા હુકમ કરવામાં આવતા ફરીયાદીનેતેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના હસ્તે રોકડ રકમ પરત સોપતી ટંકારા પોલીસ






