વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકાર થી સમૃધ્ધિ” સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ – ૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ” તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેની ઉજવણીના ભાગરૂપે ડો. બી. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્ર, તાલુકા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ, મોરબી ખાતે કુ-પોષિત બાળકોને પોષણ કીટના વિતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ICDS શાખા, જિલ્લા પંચાયત, મોરબી ઘટક-૧ અને ઘટક-૨ માં નોંધાયેલ ગંભીર કુ-પોષિત ૫૧ બાળકો (SAM) ને શ્રી મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ICDS શાખાના પ્રોગ્રામ ઓફીસર અને બાળ વિકાસ યોજના અધિકારીએ હાજરી આપી. આ કાર્યક્રમમાં બાળકોને તેમજ સગર્ભા માતાઓને દૈનિક પોષણયુકત આહાર, ફણગાવેલ કઠોળ, ઘરે બનાવેલ આહાર મળી રહે તે માટે કુ-પોષિત બાળકોની માતાઓ તથા લગત આંગણવાડી વર્કર બહેનોને માહિતગાર કરવા તથા બાળકોની શારીરીક તંદુરસ્તી જળવાય રહે અને બાળકોનુ ભવિષ્ય ઉજળુ બને તે માટે પહેલ કરવામાં આવી. તેમજ બળકોને બજારના જંકફૂડ ન આપવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ શ્રી મોરબી સીટીઝન ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., મોરબીના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો.





