Monday, March 9, 2026

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો એ નવનિયુક્ત જીલ્લા પોલીસવડા સાથે શુભેચ્છા મુલાકાત

Advertisement
Advertisement
Advertisement

મોરબી વિટરીફાઈડ, ફ્લોર, વોલ તેમજ સેનેટરીવેર સિરામિક એસોસિયનના પ્રમુખ મનોજ આરવડિયા, હરેશ બોપલિય, સંદીપ કુંડારિયા, અજય મારવાનીયા, મોરબીના નવા નિયુક્ત પોલીસ અધિક્ષક (SP) મુકેશ કુમાર પટેલ સાથે સૌજન્ય મુલાકાત યોજી અને તેમનું હાર્દિક સ્વાગત કરાયું હતું

આ મુલાકાત દરમિયાન મોરબી શહેર અને સિરામિક ઉદ્યોગને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને છેલ્લા સમયગાળામાં ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટા થયેલ પેમેન્ટ તથા ધોકાધડીના કેસો, કેટલીક બિનપ્રમાણભૂત પાર્ટીઓ સાથે થયેલા વેપાર સંબંધિત અંગે વિસ્તૃત સંવાદ યોજાયો હતો

એસપી મુકેશ પટેલે તમામ મુદ્દાઓ ને ગંભીરતાપૂર્વક સાંભળ્યા અને પોલીસ વિભાગ તરફથી પૂરતો ન્યાય અને સહયોગ મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો

મોરબી સિરામિક ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને હજારો લોકોને રોજગાર પણ પૂરો પાડે છે. આવા ઉદ્યોગને સુરક્ષિત અને વિશ્વસનીય માહોલ મળે તે માટે મોરબી સિરામિક એસોસિએશન સતત પ્રયાસશીલ છે. ત્યારે
એસોસિએશન તરફથી મુકેશ પટેલને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ ઉદ્યોગ માટે સહયોગી તરીકે કામ કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW