(અહેવાલ:મયંક દેવમુરારી)
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો,કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યોનો ઉપયોગ થાય અને ટેક હોમ રાશન(માતૃશક્તિ,બાલ શક્તિ,અને પૂર્ણા શક્તિ),મિલેટ(શ્રી અન્ન)તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ટેક હોમ રાશન, મિલેટ(શ્રી અન્ન)અને સરગવા માંંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું(“પોષણ ઉત્સવ-૨૦૨૫”) આયોજન કરવા જણાવેલ. જે અંતર્ગત તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ આઇ.સી.ડી.એસ. મોરબી ઘટક-૨ના ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ-૨૦૨૫ કાર્યક્રમ રામવાડી મહેન્દ્રનગર ખાતે યોજાયેલ જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો તેમજ સગર્ભા,ધાત્રી અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ,મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ઉપપ્રમુખ જયેશભાઇ,મોરબી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય,તાલુકા વિકાસ અધિકારી ડાંગર સાહેબ, જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ આરતીબેન રાંકજા,બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા, નાગડાવાસના અગ્ર્ણી સુખાભાઇ ડાંગર,મહેરામભાઇ, જયંતિભાઇ શેરસીયા,વીરજીભાઇ,હંશાબેન રંગપડીયા, મુખ્ય સેવિકાશ્રીઓ, ગ્રામજનોએ આ “પોષણ ઉત્સવ-૨૦૨૫” કાર્યક્રમમાં હાજર રહેલ.
આજ રોજ પોષણ માસ-૨૦૨૫ અંતર્ગત પોષણના સપથ લેવડાવી પોષણ માસ-૨૦૨૫ નો શુભારંભ કરાવેલ.
આ કાર્યક્રમમાં ૧ થી ૩ નંબર મેળવેલને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા




