અણિયાળી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબીના રંગપર આરોગ્ય કેન્દ્ર ના સેજા હેઠળ આવતા અણિયાળી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.કોટડીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત મેડિકલ કેમ્પમાં સૌ સગર્ભા બહેનો અને બાળકો સ્ક્રીનીંગ કરાવે અને નિયમિત આરોગ્ય તપાસ કરાવે તથા આ પ્રકારના કેમ્પનો બહોળો લાભ લીધો હતો

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ઉજવણી ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર અણિયારી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કિશોરીઓ ની તપાસ,આરોગ્ય શિક્ષણ, એન.સી.ડી. સ્ક્રીનીંગ, સગર્ભા સ્ત્રીઓની તપાસ તેમજ પોષણયુક્ત આહાર વગેરે બાબતો ની સમજણ આપવા માં આવી.

આ કેમ્પ સફળ બનાવવા રંગપર મેડિકલ ઓફિસર ડો રીશિતા ભટ્ટ,CHO દેવાંશીબેન, આશા વર્કર દીવ્યાબેન ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW