મોરબી પોલીસે અંડર એજ ડ્રાઈવિંગ કરનાર સગીર વયના બાળકો અને સ્કૂલ વાહન સહીત ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કરી લાલ આંખ
મોરબી જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ વાહન ચેકીંગ ડ્રાઈવ યોજી અંડર એજ ડ્રાઈવિંગ કરનાર સગીર વયના બાળકો અને ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરનાર સામે લાલ આંખ કરી દંડ ડિટેઈન અને પોલીસ કેસ કર્યો જેવી કડક કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમા વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતી સ્કૂલવાન દ્વારા ટ્રાફિક અને આરટીઓના નિયમોનું ઉલ્લઘંન કરી વિદ્યાર્થીઓને ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે જે ટ્રાન્સપોર્ટેશન ખુબજ જોખમી પ્રકારે થતુ હોવાનુ તેમજ તેને કારણે ઘણા બધા જીવલેણ ગંભીર અકસ્માતો થવાની શક્યતા હોય તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવેલ બે દિવસની ડ્રાઈવમાં મોરબી જીલ્લામાં ચાલતા સ્કુલ વાહનો જેમાં પ્રાઇવેટ પાર્સિંગ પરમીટ ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ ફર્સ્ટ એઇડ કીટ ફાયર એક્સટિંગ્વિશર લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લધંન કરતા સ્કુલ વાન વિરુધ્ધ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ અને અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોને મોટર વાહનનો માલીક કે તેનો ચાર્જ ધરાવનાર વિરૂધ્ધ કાર્યવાહી આ ડ્રાઇવ દરમ્યાન જુદા જુદા પોઇન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં અનેક વાહનો દંડનીય કાર્યવાહી કરી હતી જેમા કુલ-૨૭૬ સ્કુલ વાન ચેક કરવામાં આવી ટ્રાફિક નિયોમનુ ભંગ કરતા વાહન ચાલકોને કુલ-૪૭ સ્કુલ વાહન સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી ટ્રાફિક નિયમોનુ ભંગ કરનાર વાહન ચાલકો પાસે રૂ.૨૪,૬૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો તેમજ ૪ જેટલી સ્કુલ વાન ચાલકો સામે એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ૪ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ-03 કેશો કરવામાં આવેલ વધુમાં સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમો પાલન કરવા અવેરનેશ કાર્યક્રમ કરી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું




