Monday, March 9, 2026

વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે મોરબી મહાનગર પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement
Advertisement

રાજ્ય સરકાર દ્વારા દાર વર્ષે તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની જવાની કરવાનું ઠરાવવામાં આવેલ. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવાનું નિયત કરેલ છે. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨ અને ૧૩ ઓક્ટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૨ ઓક્ટોબરના મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં, જેમ કે V.C. હાઈસ્કુલ, S.P. ઓફિસ, તાલુકા પોટરી સ્કુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, ગોકુલનગર મેઈન રોડ, લીલાપર ગૌશાળા રોડ, વગેરે પર અંદાજિત 250 લોકો દ્વારા વોલ પેઇન્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઉપરાંત, કેસર બાગ અને અરુણોદય સર્કલ નજીક વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશનનું કરવામાં આવેલ. મોરબીના વિવિધ જોન ઓડિશનમાં RRR (Reduce, Reuse, Recycle) સેન્ટર્સ પણ શરૂ કરવામાં આવ્યા. આ માટે રવાપર, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ઓફિસમાં આ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવેલ. તથા સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ તેમજ PPE Kit નું વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત, શહેરમાં સ્વચ્છતા અને જાગૃતિ માટે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવેલ.

Advertisement

આ ઉપરાંત તા. ૧૩/૧૦/૨૦૨૫ના રોજ પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું. દિવસની શરૂઆત પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદિર સુધી મેરાથોન અને સાયક્લોથોનથી થઈ હતી, જેમાં માન. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ધારાસભ્ય, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકા સ્ટાફ તથા અનેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શહેરી વિસ્તારોના ચાર જુદા જુદા ઝોનમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ અંદાજે ૧૨ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. કેસરબાગ ખાતે “વિકસિત ભારત” અને “અર્બન ડેવલોપમેન્ટ વર્ષ 2025” જેવા વિષયો પર નિબંધ સ્પર્ધા યોજાઈ. જેમાં લગભગ ૫૦ સ્પર્ધકો જોડાયા. ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ અને વૃધ્ધાશ્રમની મુલાકાત પણ લેવામાં આવી. શહેરી વિસ્તારમાં વિવિધ ૧૧ GVP પોઈન્ટ્સ પર વિશિષ્ટ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. અંતમાં, “Marvelous Morbi” થીમ અંતર્ગત હેકાથોનનું આયોજન કરવામાં આવેલ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW