Friday, March 6, 2026

દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે મોરબીમાં જામ્યું ઉત્સવનું વાતાવરણ

Advertisement
Advertisement
Advertisement

૬ નવેમ્બર ૨૦૨૫, મોરબી: “જોવા જેવી દુનિયા” જોઈ આવેલા મુલાકાતીઓના પ્રતિસાદ:

આ પ્રદર્શન નથી, પણ દાદા ભગવાન પરિવાર અને તેમના સ્વયંસેવકો દ્વારા સમાજની સમજણ સુધારવા માટેનું એક ખાસ પગલું છે!

આવા પ્રદર્શનથી સમાજમાં ઘણો પોઝિટીવ રિસ્પોન્સ જાય છે. બાળકો, જે અત્યારે ટીવી અને મોબાઈલમાં રચ્યા રહે છે, એમને સારા સંસ્કાર મળે છે.

ફૂડ કોર્ટમાં લાઈવ જમવાનું અને ચોખ્ખાઈ એટલા સરસ હતા કે જે આપણા ઘરે પણ ના હોય.

“જોવા જેવી દુનિયા” માં ઓર્ગેનાઈઝેશન, પાર્કિંગ, બાળકો માટેની વ્યવસ્થા બધું બહુ સરસ છે.

હવે પછીની પેઢી બોલવાથી કે વાંચવાથી સમજશે નહીં. ટેક્નોલોજી સાથે નાટકરૂપે કે ફિલ્મરૂપે સમજાવીએ તો સમજશે, એવી થીમ અહીં જોવા મળે છે.

અહીંથી લોકો ફક્ત મનોરંજન નહીં પણ આત્મબળ, પ્રમાણિકતા અને નવી વિચારસરણી લઈને જશે.

લોકપ્રિય ગાયક કલાકાર ઓસમાણભાઈ મીરનો અહોભાવ

“હું ઘણા વર્ષોથી પૂજ્ય નીરુમાના સત્સંગ ફોલો કરું છું, દીપકભાઈના પણ ખૂબ સત્સંગ સાંભળ્યા છે. એ મારી સામે પ્રત્યક્ષ અહીં બેઠા, એ મારા જીવનની યાદગાર પળોમાંથી એક હતી.

પૂજ્ય દાદાની જન્મજયંતિ પૂજ્યશ્રી ની હાજરીમાં ઉજવાઈ અને એની ભક્તિમાં ગાવાનો, એ માહોલને માણવાનો અમને મોકો મળ્યો એ મારી ટીમ માટે બહુ સદભાગ્યની વાત છે.”

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW