હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી મુદામાલ રીકવર કરતી હળવદ પોલીસ
હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ ની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સુખપર ગામની સીમમાંથી બે ઇસમોને હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક કોપર કેબલ વાયરનુ કોપર ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ જેની કિ.રૂ ૨,૯૯.૪૫૫/- ના મુદામાલ સાથે પકડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ ::
(૧) સુલતાન ઉર્ફે કાનો સ/ઓ ધીરૂભાઇ પ્રભુભાઇ દેકાવાડીયા
(૨) રવી સ/ઓ ધનશ્યામભાઇ પ્રભુભાઇ દેકાવાડીયા બન્ને રહે ગામ દેવપર સુખપર તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલની વિગત ::
(૧) કોપર વાયર ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ જેની કિ.રૂ ૨,૯૯,૪૫૫/- નો મુદામાલ





