પાટણ એલસીબીના નામે તોડ કરતો શખ્સ એલસીબીની ઝપટે એવો ચડ્યો કે પછી ખળભળાટ મચી ગયો
પાટણ સીટી ‘બી’ ડિવી. પો. સ્ટે. વિસ્તારમાંથી નકલી એલ.સી.બી.ટીમ ઝડપાય
પાટણ એલ.સી.બી. પોલીસ ને બાતમી હકીકત મળેલ કે, કેટલાક ઇસમો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી પી.ટી.ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માંગણી કરતા હોઇ અને આ ઇસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા આવનાર હોઇ જે બાબતે છટકું ગોઠવી ૦૬ ઇસમોને રવેટા હોટલના રૂમ નંબર-૩૦૨ માંથી ઝડપી પાડેલ અને સદરી ઇસમોની તપાસ કરતાં એક ઇસમ પરમાર(ઠાકોર) સંજયજી મફાજી રહે.વામૈયા તા.સરસ્વતી જી.પાટણવાળાના મોબાઇલમાંથી પી.એસ.આઇ. સંજયસિંહ મફતસિંહ રાજપુત બ.નં.૧૯૪૧ નોકરી. એસ.ઓ.જી. ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટુ આઇકાર્ડ તથા
પોલીસ ડ્રેસના લાલ કલરના બુટ તથા ખાખી મોજા મળી આવેલ જે બાબતે સદરી ઇસમને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવેલ અને તેઓ તમામ ઇસમો એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલ હોવાનું જણાવતાં હોઇ સદરી ઇસમોને કિં.રૂ.૧૮,૧૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી ઇસમો વિરૂધ્ધ પાટણ સીટી બી ડિવી. પો. સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) પરમાર (ઠાકોર) સંજયસિંહ મફતસિંહ રહે.વામૈયા, તા.સરસ્વતી જી.પાટણ
(૨) રાજપુત પોપટજી ચમનજી રહે.ચંદ્રુમણા, દરબારવાસ તા.જી.પાટણ
(3) મીર સાહિદભાઇ ઇસબભાઇ રહે.વામૈયા, ઠાકોરવાસ તા.સરસ્વતી જી.પાટણ
(૪) ઠાકોર રમેશજી બાબુજી રહે.બીલીયા,પટેલવાસ તા.સિધ્ધપુર જી.પાટણ
(૫) પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહે.ચંદ્રુમણા ગામ દરબારવાસ તા.જી.પાટણ
(૬) રાજપુત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે.ચંદ્રુમણા ગામ દરબારવાસ તા.જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) રોકડ રકમ રૂપિયા ૫૦,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૧૧ કિં.રૂ.૧,૬૧,૦૦૦/-
(૩) વાહન નંગ-૦૩ કિ.રૂ.૧૬,૦૦,૦૦૦/-
(૪) પોલીસ યુનિફોર્મના બુટ એક જોડી તથા મોજા એક જોડી કિં.રૂ.૧,૦૦૦/-
(૫) નકલી આઇકાર્ડ કિં.રૂ.૦૦/-
એમ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૮,૧૨,૦૦૦/-




