Friday, March 6, 2026

ટંકારા નગરનાકા પાસે કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ને ઝડપી લેતી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા નગરનાકા પાસે રાજકોટ-મોરબી રોડ પરથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે ને ટંકારા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

Advertisement

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ખાનગી બાતમીરાહે બાતમી મળેલ કે, રાજકોટ તરફથી એક સફેદ કલરની કાર નંબર-GJ-36-AJ-2958 વાળી મોરબી તરફ આવનાર છે. જે કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે રેઇડ કરતા કારમાંથી Old monk Very old vatted XXX Rum બોટલો નંગ-૫૦ કિ.રૂ.૬૫,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-ર કી.રૂ. ૧૦,૦૦૦/- તથા ઓરા કાર કી.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૪,૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી સંજયભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉ.વ. ૩૪) રહે. જશાપર કકાનગઢ શેરીમાં તા. માળીયા મિ. તથા જયોતીબેન સંદિપભાઈ ધરજીયા (ઉ.વ. ૩૪ મ) રહે. નવાગામ આણંદપર રંગીલા મેઇન રોડ બુટભવાની મંડપની બાજુ વાળી શેરીમાં તા.જી.રાજકોટવાળા મળી આવતા તેને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રામદેવસિંહ ગોહીલ રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW