Friday, March 6, 2026

માળીયામિંયાણાના ખીરઈ ગામે યુસુફ સંધવાણીની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલ તલાવડીના કાંઠેથી ચાલુ હાલતની ભઠ્ઠી તથા દેશીદારૂ લીટર ૨૬૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ મળી કુલ કિ રૂ ૧,૦૨,૬૫૦/- નો મુદામાલ સાથે ગણનાપાત્ર કેસ પકડી પાડતી માળીયા મીંયાણા પોલીસ

માળિયા મી.પોલીસ સ્ટે. નો સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ હકીકત ના આધારે તાલુકાના ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલ તલાવડીના કાંઠે (પકડવા પર બાકી) આરોપી યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારાખાભાઇ સંધવાણી/ રહે.ખીરઇ વાળાની દેશીદારૂ ઉતારવાની ભઠ્ઠી ચાલુ હોય તેવી હકિકતના આધારે સદરહૂ જગ્યાએ રેઇડ કરતા દેશીદારૂ લીટર ૨૬૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ તથા ભઠ્ઠીને લગત ચીજવસ્તુ મળી પ્રોહી. ની રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૨,૬૫૦/- ના જથ્થા સાથે રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હા રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

> આરોપી :-

(૧) યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લા રાખાભાઇ સંધવાણી/ રહે.ખીરઇ ગામ તા. માળીયા (મિં) જી.મોરબી

(પકડવા પર બાકી)

> કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) દેશીદારૂ લીટર ૨૬૦ કિ રૂ પ૨,૦૦૦/-

(૨) દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦ કિ રૂ ૫૫,૦૦૦/-

(૩) સ્ટીલનુ મટફુ કી.રૂ.૧૦૦/-

(૪) પ્લાની નળી ૦૧ કિ ૫૦/-

(૩) કુલ મુદામાલ કિમત રૂ ૧,૦૨,૬૫૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW