મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા , ટી. બી. સુપરવાઈઝર દિપકભાઈ પટેલ તેમજ PHC-ખાખરાળા ના મેડિકલ ઓફિસર ડો. સંજય જીવાણી ના માર્ગદર્શન હેઠળ ટી. બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રા. આ. કેન્દ્ર ખાખરાળા ના આયુષ્માન આરોગ્ય મંદિર ધરમપુર ના સેજાના ગામ નવી ટીંબડી ખાતે પોર્ટેબલ X-RAY કેમ્પ નુ સફળ આયોજન કરવામાં આવ્યુ. કેમ્પ દરમ્યાન વનરેબલ પોપ્યુલેશન ટી.બી. સર્વે અંતર્ગત તા:- ૨૬/૧૨/૨૦૨૫ ના 70 વ્યક્તિનું પોર્ટેબલ X- RAY મશીન દ્વારા સ્ક્રીનીંગ કરવા માં આવ્યું.PMJAY ના 31 કાર્ડ બનાવવામાં આવ્યા. આભા કાર્ડ 31, NCD સ્ક્રીનીંગ 53 નું કરવામાં આવ્યું. કેમ્પની સફળતા બનાવવા માટે PHC- ખાખરાળા સુપરવાઈઝર કે. કે. કાલરીયા, AAM ધરમપુર ના CHO છાયાબેન નિમાવત,FHW એ. એ. શેરસીયા,MPHW પી. પી. મકવાણા, આશા બહેનો વનિતાબેન, સુમિતાબેન તેમજ આંગણવાડી કાર્યકર ગાયત્રીબેન રામાનંદી, અને આંગણવાડી હેલ્પર ચંપાબેન પરમાર તથા ગ્રામ લોકો એ સાથ સહકાર આપી કેમ્પ ને સફળ બનાવેલ.




