હળવદ જમીન કૌભાંડમાં બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરતી પોલીસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ જમીન કૌભાંડ ગુનાની ઉંડાણ પુર્વક તપાસ કરવા તેમજ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય
જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૦૩૩/૨૦૨૫ આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦(બી),૩૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ ચલાવી રહેલ છે. જેમાં હળવદ મામલતદાર દ્રારા સરકાર તરફે અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનુ રેવેન્યુ રેકડૅ ખોટુ બનાવી પોતાના કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જે ગુનામાં મુખ્ય આરોપી રમેશ બબાભાઇ સાંકરીયા ગામ કોયબા તા.હળવદ વાળો હાલે પોલીસ રીમાન્ડ ઉપર હોય જેની આ ખોટુ રેકર્ડ કયાં, કોની પાસેથી, કેવી રીતે ઉભુ તે બાબતે પુછપરછ કરતા જે તે સમયે પ્રાંત અધિકારી ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ની કચેરીમાં ફરજ બજાવતા (૧) ગોવિંદ પોપટભાઇ કુરીયા/ રહે ગામ રાજગઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા_(૨) મનસુખ માધાભાઇ કાંટીયા/ રહે ધાંગધ્રા ડો.આંબેડકરનગર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા/સીલ મારવા માટે આપેલ હોવાનુ જણાઇ આવતા ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બન્ને પટ્ટાવાળાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ ::

(૧) ગોવિંદ પોપટભાઇ કુરીયા/ રહે ગામ રાજપર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

(૨) મનસુખ માધાભાઇ કાંટીયા/ રહે ધાંગધ્રા ડો.આંબેડકરનગર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW