Friday, March 6, 2026

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ નવા વર્ષની શરૂઆત સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ થી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગીતાંજલી વિદ્યાલયના સહયોગથી સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ અંતર્ગત ૯ થી ૧૪ વર્ષની વયની કુલ ૩૦ બાળિકાઓને મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર રસીકરણ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળિકાઓમાં સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવી તથા સમયસર રસીકરણ દ્વારા તેમના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી મહિલાઓના આરોગ્ય અને સુરક્ષા માટે સતત કાર્યરત રહી છે અને આવનારા સમયમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW