વાંકાનેર જડેશ્વર રોડ પર ઈંગ્લિશ દારૂ ભરેલુ આઈસર ઝડપાયું મોરબી એલસીબી ટીમે બે આરોપી સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પૂઠાં ના બોક્સ ની આડમાં ચોરખાનું બનાવી લઈ આવતો ઇંગ્લીશ દારૂ નો જથ્થો મોરબી LCB એ ઝડપી લીધો

વાંકાનેર-જડેશ્વરરોડ ઉપર રાતીદેવળી ગામ નજીક આવેલ સંગમ વોટરપાર્ક એન્ડ રેસ્ટોરન્ટ પાસે રોડ ઉપરથી આઇસરમાં પુઠાના બોક્સની આડમાં ચોરખાનુ બનાવી તેમાં છુપાવી રાખેલ ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ ૪૯૪૪ કિં.રૂ.૮,૧૦,૪૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૨,૨૮,૦૭૮/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી

મોરબી LCB પોલીસ ને ખાનગી બાતમી હકિકત મળેલ કે, એક આઇસર નંબર GJ03BY1451 વાળુ વાંકાનેર થી જડેશ્વરરોડ પર થઈને ટંકારા તરફ જઇ રહ્યુ છે. અને તેમા ડ્રાયવર કેબીનની પાછળ આઇસરની બોડીમાં એક ચોરખાનુ બનાવેલ છે તેમા ગે.કા.રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ હકિકત આધારે હકીકત વાળા આઇશરની પંચો તથા એલ.સી.બી સ્ટાફના અધિકારી/કર્મચારી સાથે વોચમાં હતા તે દરમ્યાન હકીકત મુજબ નુ આઇસર નીકળતા તેને કોર્ડન કરી રોકી ચેક કરતા તેમાં બે ઇસમો પાસેથી ઇંગ્લીશદારૂનો જથ્થો મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-

(૧) સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઇ જામ/ ઉ.વ.૩૯ રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર

(૨) સોયબ ઉમરભાઇ જામ/ ઉ.વ.૪૦, રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર

– પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુ:-

(૧) મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયા રહે થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા તપાસમાં ખુલ્લેતે

– પકડાયેલ મુદામાલની વિગત

(૧) આઇસર નંબર GJ03BY1451 કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/-

(૨) અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ મી.લી.ની કુલ બોટલો નંગ ૪૯૪૪ કિં.રૂ.૮,૧૦,૪૮૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/-

(૫) આઇસરના કાગળો, ફાસ્ટેગ, બીલ્ટી,આરોપી નંબર (૧) નુ ડ્રા.લા.-૧, પાનુ-૧,નટ બોલ્ટ,૨ કિં.રૂ.૦૦/-મળી

કુલ કિં.રૂ. ૨૨,૨૮,૦૭૮/- નો મુદામાલ કબજે કરેલ છે.

આરોપીઓની દારૂ ધુસાડવા અંગેની ખાસ પધ્ધતિ

આ કામના આરોપીઓ દ્વારા આઇસરમાં પાછળના ભાગે પુઠાના બોક્સનો સામાન ભરી તેની આડમાં તેમા ડ્રાયવર કેબીનની પાછળ આઇસરની બોડીમાં એક ચોરખાનુ બનાવી તેમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી મધ્યપ્રદેશ રાજયની બોર્ડર ઉપર પુઠાના બોક્સની બિલ્ટી બતાવી ઇંગ્લીશદારૂની હેરાફેરી કરી મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW