Friday, March 6, 2026

ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ મહિલા નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ

Advertisement
Advertisement
Advertisement

પરિવાર ના જાણ બહાર મહિલા ઘરેથી નીકળી ગયી હતી

મહિલાઓ ની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

તારીખ:-૦૮/૦૧/૨૦૨૬ ના રોજ ૧૧૨ ટીમ દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવેલ કે મોરબી રવાપર નદી ગામમાં એક વાડી વિસ્તારમાં એક મહિલા મળી આવેલા હોય મહિલા આમતેમ દોડાદોડી કરતા હતા મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી અને સરખું સરનામું પણ આપતા નથી મહિલા પાસે મોબાઈલ પણ હોય પરંતુ પાસવર્ડ આપતા ના હોય અને તેમના મોબાઇલમાં ફોન આવે તો વાત પણ કરવા તૈયાર ન હોય અને મહિલા ગભરાયેલી હાલતમાં હોય માટે અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે*

જેના પગલે કામકાજના ફરજ પરના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ૧૧૨ ટીમ દ્વારા સુરક્ષિત રીતે બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપવામાં આવી તેમજ બંને ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો

મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલા જણાવેલ કે હાલ અમે એમ.પી.ના છે પણ ઘણા વર્ષોથી અમે મોરબી ખાતે ખેતીકામ કરીને ગુજરાન ચલાવીએ છીએ વધુમાં મહિલા એ જણાવ્યું હતું કે હું મારા પતિ મારા સાસુ સસરા અને મારા દિકરા સહિત નાં પરિવારના સભ્યો સાથે રહું છું અને ખેતીકામ કરું છું મહિલા એ જણાવ્યું કે મારા મગજમાં થોડું ટેન્શનમાં હોય માટે સાંજના સમયે જમીને મારી મરજીથી હું છેલ્લા ત્રણ – ચાર કલાકથી ઘરે કોઈ ને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ.

ત્યારબાદ બંને ટીમ દ્વારા મહિલા ને આશ્વાશન આપવામાં આવેલ અને મહિલા ને સમજાવેલ કે રાત્રીના સમયે આવી રીતના ક્યારેય પણ બાળકને મુકીને ઘરેથી ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ

ત્યારબાદ બંને ટીમ દ્વારા તેમના પતિ નું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા મહિલા ના પતિ સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલ મહિલાનાં પતિ એ જણાવેલ કે સાંજના સમયે જમીને મારી પત્ની બાળકને મુકીને અમારી જાણ બહાર મારી પત્ની ઘરેથી નીકળી ગયેલ હોય મારી પત્ની ને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની પત્ની મળેલ નહીં.

ત્યારબાદ બંને ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા ને ઘરેથી ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ તેમજ મહિલા નાં પતિ ને મહિલા નું ધ્યાન રાખવા જણાવેલ

આમ મહિલા રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ મહિલા ને તેમના પતિ ના ઘરે સહી સલામત સોંપવામાં આવેલ હોય જેને લઈ તેમના પતિ અને વાડીના માલિકે બંને ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW