Friday, March 6, 2026

મંત્રી કાંતિભાઈ અમૃતિયા આજે માળિયા મુકામે હોટલ જી કે ખાતે ખેડૂતો ના પ્રશ્નો સાંભળશે

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી (રા. ક.) અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા કચ્છના પ્રવાસે જતા, હોટેલ જી. કે. માળીયા મુકામે આજે બપોરે 3.00 કલાકે રોકાશે…

મોરબી માળીયા વિસ્તારના નવલખી પોર્ટના વણઉકેલ પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવા,

કચ્છ-જામનગર વીજ લાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કરવા તથા

પીપળીયા માળીયા વચ્ચે સાગરમાલા નેશનલ હાઈવે પસાર કરવા અંગે ચાંચાવદરડા જસાપર વિ. ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવા જેવા મુદ્દાઓ માટે

સંબંધિત અધિકારીઓ અને ખેડૂતો-પ્રજાજનોની ઉપસ્થિતિમાં પ્રશ્નોનું શક્ય નિરાકરણ લાવવા ચર્ચા કરવા આયોજન છે જે માટે

આજે બપોરે 3.00 કલાકે માળીયા હાઈવે પર હોટેલ જી. કે. મુકામે, મંત્રી કાંતિભાઈ અમૃતિયા રોકાણ કરશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW