Friday, March 6, 2026

ટંકારા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમણે બાબા સાહેબ ડૉ. આંબેડકરના વિચારો અને સંવિધાન પ્રત્યેના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે આ ભવનોથી સમાજમાં સમાનતા, શિક્ષણ અને સામાજિક ન્યાયના મૂલ્યોને વધુ મજબૂતી મળશે.

ઉદઘાટન કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકર ભવન સમાજના વિવિધ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW