વાંકાનેરના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સન્માન કરાયુ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર મોરબી જિલ્લાના વાંકાનેરના દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન હાંસલ કરેલ છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય એ અભિનંદન આપ્યા છે. અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દીમાં જવલંત સફળતા મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવો તેવી આપને શુભકામનાઓ તથા પ્રમાણપત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસના મેનેજીંગ ડિરેકટર જે.એમ.તુવાર દ્વારા પાઠવવામાં આવ્યંી છે.અગાઉ દિક્ષીતને ધો.૧૦ માં ૮૬.૩૩ ટકા મેળવી સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં પ્રથમસ્થાન મેળવ્યું હતું.

દિક્ષીત રમણભાઈ વાઘેલાની આ સિદ્ધિ બદલ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે. બી. ઝવેરી દ્વારા સન્માન કરાયુ હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW