નીચી માંડલ ગામે મામલતદાર સી આર. નિમાવત ના ઉપસ્થિતિમાં મોરબી ગ્રામ કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ મયંક દેવમુરારી)

મોરબી તાલુકાના નીચ માંડલ ગામે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ તક્ષશિલા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મામલતદાર સી. આર. નિમાવત અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગવાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવ્યા હતા.
અધ્યક્ષીય પ્રવચનમાં મામલતદાર સી. આર. નિમાવતે પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સંવિધાનના મૂલ્યો અનુસરવાની પ્રેરણા આપી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. તથા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આ પર્વમાં મોરબી ગ્રામ મામલતદાર સી.આર નિમાવત ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ જયદીપભાઈ વણપરિયા, તાલુકા પીએસઆઇ અરૂણભાઇ મિશ્રા, પ્લાટુન કમાન્ડર એસ કે., પીજીવીસીએલ ડિવિઝન માંથી બાવરવા , ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી અનિલભાઈ એરવાડીયા , નીચી માંડલ ગ્રામ પંચાયત સરપંચ પ્રદ્યુમનભાઈ કુંડારીયા, તલાટી કમ મંત્રી બળદેવભાઈ કુંડારીયા, તેમજ ત્રણેય શાળાના આચાર્ય તથા સ્ટાફ અને આઇસીડીએસ ઘટક બેન સીડીપીઓ ભાવનાબેન ચારોલા, આંગણવાડી સ્ટાફ, આરોગ્ય મેડિકલ ટીમ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલ માં સંપન્ન થયો હતો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW