મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા તા. 07/02/2026 ના રોજ એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR, અમદાવાદથી પધારેલા અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ વોટર સંબંધિત જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. રતિકાંત નાયક (પ્રાદેશિક નિયામક), બિસ્વરૂપ મહાપાત્ર (સાયન્ટિસ્ટ), સદ્દામ હુસૈન (સાયન્ટિસ્ટ) અને પ્રબોધ કુમાર કુશ્વાહા (STA) ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન, NOC પ્રક્રિયા તેમજ સંબંધિત નિયમો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
ઇન્ટરએક્ટિવ સેશન દરમિયાન ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ખાસ કરીને ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ ન કરતા હોવા છતાં મળતી શો-કોઝ નોટિસને રદ કરવા માટે પોર્ટલ પર ડેટા ફિલઅપ કરવાની પ્રક્રિયા, ગ્રાઉન્ડ વોટર માટે NOC મેળવવાની રીત તેમજ NOC પેન્ડિંગ હોય ત્યારે આગળની કાર્યવાહી અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઑનલાઇન પોર્ટલ મારફતે સમજાવવામાં આવી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિરામિક ઉદ્યોગકારોએ હાજરી આપી હતી. જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટિવ સેશનને સફળ બનાવવા માટે એસોસિએશનના હોદ્દેદારોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. અંતે એસોસિએશન તરફથી ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






