Friday, March 6, 2026

માળીયામિંયાણાના સુલતાનપુર ગામે જાહેરમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી ૩ ઝડપાયા પાંચ ફરાર

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણા વિસ્તારના જુના સુલતાનપુર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ત્રણ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય પાંચ ઇસમો નાસી છૂટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
માળિયા મીયાણા પોલીસને મળેલી બાતમીને આધારે જુના સુલતાનપુર ગામની ઓઢ સીમમા તળાવના કાંઠે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી ત્રણ ઇસમો સીકંદરભાઇ જાનમામદભાઇ જેડારહે. માળીયા મી,વાડા વિસ્તાર તા માળીયા મી. જી.મોરબી, નગીનભાઈ છગનભાઈ કૈલા રહે-ખાખરેચી તા.માળીયા.મી જી.મોરબી, હકીમભાઇ રસુલભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૧૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા અન્ય પાંચ ઇસમો નાસી છૂટ્યા હોય જેના નામ ખુલતા આરોપી જીગાભાઇ હરેશભાઈ સનુરા રહે.જુના સુલતાનપુર તા. માળીયા મીં., મીલન અમથુભાઇ કુરીયા રહે-સુલતાનપુર તા.માળીયા મીં., હકાભાઇ ગોરધન સિતાપરા રહે.જુના સુલતાનપુર તા.માળીયા મીં. જી-મોરબી, વિષ્ણુભાઇ જશાભાઇ ગડેશીયા રહે- ચીખલી તા.માળીયા મીં. જી-મોરબી બીજા અજાણ્યા ઇસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW