Friday, March 6, 2026

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ હળવદ પોલીસ દ્વારા લૂંટ માં ગયેલા ₹5.19 લાખ ફરીયાદીને પરત અપાવ્યા

Advertisement
Advertisement
Advertisement

હળવદના રાણેકપર ગામ પાસે થયેલ લૂંટના ગુનામાં પોલીસ દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત લૂંટાયેલા રોકડ રૂપિયાં ફરીયાદીને પરત અપાયા છે.
હળવદ રાણેકપર રોડ ઉપર ફરીયાદી રજનીકાંતભાઈ ભીખાભાઈ દેથરીયા (રહે. આનંદ બંગ્લોઝ, રાણેકપર રોડ, હળવદ, જી. મોરબી) પાસેથી અંદાજે રૂપિયા ₹6,90,000 ની લૂંટ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી હળવદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન પોલીસને મહત્વની સફળતા મળી અને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓ પાસેથી લૂંટના પૈકી રોકડા રૂપિયા ₹5,19,800 રીકવર કરવામાં આવ્યા.
પોલીસ દ્વારા જરૂરી કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરીને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આ રકમ ફરીયાદીને પરત આપવામાં આવી. હળવદ પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાને કારણે ફરીયાદીને મોટી રાહત મળી છે.
આ કામગીરીથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW