મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની પાછળ આવેલ પડતર જગ્યામાંથી મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડી ઇકો કારમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 7,60,700/-ના મુદ્દામાલ સાથે વાહન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મોઇન મહમદભાઇ જામ (રહે. મોરબી) તથા તેની સાથેનો એક અન્ય ઇસમ સફેદ કલરની ઇકો કાર (રજી. નં. GJ-36AJ-5692) માં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ઘુંટુ ગામની પાછળ પડતર જગ્યામાં રાખી હેરાફેરી કરવાની તૈયારીમાં છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા ઇકો કારમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 237 બોટલો મળી આવી હતી. સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડવાના બાકી આરોપીઓ:
મોઇન મહમદભાઇ જામ (રહે. મોરબી)
તેની સાથેનો એક અન્ય ઇસમ
તપાસમાં ખુલશે તે અન્ય વ્યક્તિઓ
કબ્જે કરાયેલ મુદ્દામાલની વિગત:
1. 8 PM સ્પેશ્યલ રેર વ્હિસ્કી (750 મી.લી.) – નંગ 117, કિંમત રૂ. 1,28,700/-
2. ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી (750 મી.લી.) – નંગ 120, કિંમત રૂ. 1,32,000/-
3. સફેદ કલરની ઇકો કાર (રજી. નં. GJ-36AJ-5692) – કિંમત રૂ. 5,00,000/-
કુલ મુદ્દામાલ કિંમત રૂ. 7,60,700/- કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





