Friday, March 6, 2026

ટંકારા: કલ્યાણપર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ૧૦૦% મુદામાલ સાથે રૂ. ૨૫.૨૧ લાખનો જથ્થો કબ્જે, એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે બનેલી ગંભીર પ્રકારની ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી Morbi Crime Branchએ ૧૦૦ ટકા મુદામાલ સાથે કુલ રૂ. ૨૫,૨૧,૮૫૫/-નો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુન્હા રજીસ્ટર નં. ૦૦૯૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબ તા. ૧૪/૦૨/૨૦૨૬ના રોજ ફરીયાદ નોંધાઈ હતી. ફરીયાદી જયંતીલાલ વિરજીભાઈ ઉજરીયા (રહે. કલ્યાણપર, તા. ટંકારા, જી. મોરબી)એ પોતાની બંધ રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સે તાળું તોડી પ્રવેશ કરી તિજોરી/કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

ચોરી ગયેલ મુદામાલ

ફરીયાદ મુજબ પ્રાથમિક રીતે અંદાજે રૂ. ૪,૪૫,૦૦૦/-ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાહેર થયું હતું, જેમાં –

સોનાના મંગલસૂત્ર (૨) – આશરે ૬ તોલા

સોનાના પાટલા (૧ જોડી) – આશરે ૩ તોલા

સોનાની બુટી અને ઓમ પેન્ડન્ટ

ચાંદીની પાયલ (૧ જોડી)

રોકડ રૂ. ૨,૧૨,૦૦૦/-

પછી ફરીયાદીએ વધુ તપાસ કરતા સોનાની ૧૦ ગ્રામ “999 ફાઇન ગોલ્ડ” માર્કાવાળી ૧૪ ગીની (કુલ ૧૪૦ ગ્રામ), ચાંદીના ચોરસા અને ગીનીઓ (કુલ આશરે ૧.૨૬૫ કિલો) તથા એક મોબાઇલ ફોન પણ ચોરી ગયેલ હોવાનું બહાર આવ્યું હતું. આમ, ચોરીનો કુલ આંક લાખોમાં પહોંચ્યો હતો.

પોલીસની ઝડપી કામગીરી

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ Tankara Police Station અને Morbi Crime Branchની ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.

હ્યુમન સોર્સીસથી મળેલ ખાનગી બાતમીના આધારે સોહીલ સતારભાઈ દલ (જાતે સંધી, રહે. કલ્યાણપર મફતીયા પ્લોટ, તા. ટંકારા, જી. મોરબી)ની સંડોવણી સામે આવતાં તેને પકડી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર આરોપીએ યુક્તિપૂર્વકની પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કર્યો હતો.

આરોપીએ ઘરફોડ ચોરીથી મેળવેલ સોનાં-ચાંદીના દાગીના, ગીનીઓ, ચોરસા અને મોબાઇલ ફોન પોતે છુપાવેલ સ્થળેથી કાઢી આપતાં પોલીસને ૧૦૦ ટકા મુદામાલ મળી આવ્યો હતો.

આરોપીની વિગતો

સોહીલ સતારભાઈ દલ
રહે. કલ્યાણપર મફતીયા પ્લોટ, તા. ટંકારા, જી. મોરબી

પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગણતરીના દિવસોમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદામાલ પરત મેળવતા સ્થાનિક નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW