Friday, March 6, 2026

મોરબીમાં બેટરીના પાણીના બોક્સની આડમાં દારૂ મંગાવનાર મુખ્ય આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: શહેરમાં બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપીને Morbi City A Division Police Station દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સુરત ગ્રામ્યના Kamrej Police Station તથા અમદાવાદ ગ્રામ્યના Bagodara Police Station ખાતે નોંધાયેલા ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો હતો.

Advertisement

પોલીસ તપાસ મુજબ, મોરબી શહેર વિસ્તારમાં બેટરીના પાણીના બોક્સની આડમાં પરપ્રાંતિય દારૂ મંગાવવામાં આવ્યો હતો. પકડાયેલ દારૂ તથા બેટરીના પાણીના બોક્સ મળી કુલ કી.રૂ. ૪,૫૭,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા બનાવટી બિલ બનાવી ખાનગી ટ્રાવેલ્સ મારફતે લગેજ તરીકે દારૂ મંગાવવાનો કૌભાંડ ચલાવવામાં આવતું હતું.

આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સાહીલભાઈ ઉર્ફે સાહુ હનીફભાઈ નુરાભાઈ પરમાર (ઉ.વ. ૨૩), રહે. હાથીખાના-૧૭, આર્ય સમાજ પાસે, રામનાથપરા મેઇન રોડ, રાજકોટ, ને પોલીસે અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે વર્ષ ૨૦૨૪માં કામરેજ વિસ્તારમાં કી.રૂ. ૧૫,૮૨,૯૧૦/- ના પરપ્રાંતિય દારૂના ગુનામાં તેમજ બગોદરા વિસ્તારમાં કી.રૂ. ૪,૭૨,૦૦૦/- ના દારૂના ગુનામાં પણ તે સંડોવાયેલ હતો અને ત્યારથી ફરાર હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનોને તેની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW