ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતા સોમવારે મોરબીના ઉમા ટાઉનશીપ વિસ્તાર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા ઉમા ટાઉનશીપ ઉમિયા માતાજીના મંદિરે સિદસર મહિલા સમિતિ મોરબી અને પંચમુખી ગરબા મંડળના સહયોગથી હવન તથા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લાના મહિલા પ્રમુખ ચાંદનીબેન એમ મણિયાર જાગૃતિબેન ગઢીયા સુનિતાબેન સહિતના મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવનમાં આહુતિ આપી અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સફળ ઓપરેશન અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે મહિલા સમિતિ દ્વારા જણાવ્યું હતું કે પ્રાર્થના સૌથી શક્તિશાળી માધ્યમ છે અને શુદ્ધ ભાવનાથી કરેલી પ્રાર્થના અશક્ય ને પણ શક્ય બનાવે છે મંત્રી કાંતિભાઈ અમૃતિયા વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી જન સેવામાં સક્રિય બને તેવા શુભ આશય સાથે કાર્યકમ નું આયોજન કરાયું હતું





